સુબીર ટીડીઓ પોતાના ઓફિસ માં એસીબીની ટેપમાં છ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો
વઘઈ: ડાંગ જિલ્લાના સુબીર તાલુકા વિકાસ અધિકારી લાંચ માં ઝડપાતા લાંચિયાં અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે . ડાંગ જિલ્લાનાં અંતરીયાળ વિસ્તાર નાં સુબીર તાલુકા પંચાયત માં એસીબીએ ટેપ ગોઠવી સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલાને રૂપિયા લેતાં રંગેહાથ ઝડપી પાડતાં ડાંગ જિલ્લામાં ટકાવારીમાં ગળાડુબ લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ સુત્રો પાસેથી પાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લો સંપુર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અહિંનાં ભોળા આદિવાસી લોકો કોઈને પ્રશ્ર્ન કરતાં નથી તેમની અજાણતાંનો લાભ લઈ લાંચિયા અધિકારીઓ ભષ્ટ્રાચાર આચરવામાં કોઈ કસર છોડતાં નથી કામ માં ટકાવારી થી લઈને ફાઈલો પર સહી કરવા માટે તમામ હદો પાર કરી જાય છે મને કોણ જોય છે તેવું સમજી ભષ્ટ્રાચાર માં ગળાડુબ રહે છે જેનો ઊતમ નમુનો સુબીર તાલુકા પંચાયતમાં બન્યો છે ડાંગ નાં એક જાગૃત નાગરીકએ પંદર માં નાણાપંચ યોજનાં વર્ષ- 2023-2024 હેઠળ પેવર બ્લોકની કામગીરી કરી હતી જેમાં એમ.બી.બુક તથા બીલમાં તાલુકા વિકાસ અધિકારીની સહી લેવાની હોય જેનાં અવેજી પેટે રૂ.6000 લાંચ માંગણી કરી હતી સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર બાલુભાઈ હાથીવાલા ઉ.વ.57 પાસે ગયાં હતાં જયાં આ ભષ્ટ્ર અધિકારીએ તેનું કામ કરવાં માટે રૂપિયા રૂ.6000 ની લાંચની માંગણી કરી હતી ફરીયાદી જાગૃત નાગરીક આપવા માંગતાં ન હતાં માટે તેમને વલસાડ નાં લાંચ રૂશવત વિરોધી પોલીસ ઈન્પેકટ વલસાડનાં જે.આર.ગામિત અને તેમની ટીમ (એસીબી) નો સંપર્ક કરતાં એસીબીનાં અધિકારીઓએ તેમની ફરીયાદ સાંભળી લાંચ માંગનાર સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર બાલુભાઈ હાથીવાલા ને રંગેહાથ ઝડપી પાંડવાં માટે સુબિર તાલુકા પંચાયતમાં તેમની જ ઓફિસ માં છટકું ગોઠવી આજરોજ સાંજે કલાકે ફરીયાદીને પાસેથી લાંચની રકમ રૂ.6000 લેતાં રંગેહાથ ઝડપી લઈ તેની અટકાયત કરતાં ભષ્ટ્ર અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો સુબીરનાં વિવાદાસ્પદ લાંચિયા ટીડીઓ એસીબીનાં છટકા માં સંપડાયાની વાત
ડાંગ જિલ્લામાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી એસીબીએ ટીડીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી છે. આ સફળ ટેપ સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક,સુરત એકમ આર.આર,ચૌધરીનાં માર્ગ-દર્શન હેઠળ ટ્રેપિગ અધિકારી જે.આર.ગામિત પોલીસ ઈન્સપેકટર ,વલસાડ અને તેમની ટીમે સફળ બનાવી હતી
સુબીર ટીડીઓ નિવૃતીનાં આરે હતાં સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલા ડાંગ જિલ્લામાં ડાંગ જિલ્લા પંચાયતનાં ખેતીવાડી વિભાગ માં ગ્રામસેવક તરીકે વર્ષો સુધી નોકરી કરી હતી તેમને આહવા તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે કામગીરી હતી અને તાલુકા વિકાસ અધિકારી તરીકે ડાંગમાં જ નિવૃત થવાની ગણનાં હતી પરંતુ નોકરીનાં છેલ્લા દિવસોમાં બધુ સમેટી લેવાની તેમની લાંચિયા વૃતીથી તેમની કારકીદી ડાધ લગાવી પુરી કરી દીધી છે