ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી કુલ 647 શાળાઓએ ભાગ લીધો હતો.
વડોદરાની શાળા અંતર્ગત પ્રથમ આવેલા બાળકો માટે ઇનામ વિતરણ અને જિલ્લા કક્ષાની પરીક્ષા નું આયોજન સ્વામી વિવેકાનંદ મેમોરિયલ ખાતે કરવામાં આવેલ.
જિલ્લા કક્ષાની પરીક્ષાનું પરિણામ 6 જાન્યુઆરી 25 ના રોજ જાહેર કરવામાં આવશે.
ઇનામ વિતરણ 9 ફેબ્રુઆરી 25 ના રોજ થશે
આ કાર્યક્રમ અંતર્ગત સ્વામી શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા ખાતે ત્યાંના સ્વામીજી વરિષ્ઠ સન્યાસી સ્વામી સુવીજ્ઞેયાનંદજી જણાવે છે રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે આ પરીક્ષાનું આયોજન કરવાનું મુખ્ય હેતુ યુવાપેઢીને જાગ્રત કરવાનું છે.સ્વામીવિવેકાનંદજી એક એવા મહાન વ્યક્તિત્વ ધરાવે છે એમના વ્યક્તિત્વના બળ પર જ એમણે જગતના ઇતિહાસમાં ઇતિહાસ રચ્યો જેના લીધે સનાતન ધર્મની પ્રતિમા ઊંચી આવી સ્વામી વિવેકાનંદજી વારંવાર ઈચ્છતા હતા કે જે આપણી સનાતન શિક્ષણ પદ્ધતિ છે જ્યાં સેલ્ફ ડેવલપમેન્ટ પર એજ્યુકેશન જેટલું જ ભાર આપવામાં આવતું હતું
હાલ આપણા ભારતમાં એક ખોટી ધારણા પ્રચલિત થઈ છે કે આધ્યાત્મિકતા તરફ જવાથી આપણી લક્ષ્મીજીની ભૂમિકા ઓછી થઈ જશે વૈભવ નહીં મળી શકે પરંતુ આ ધારણા ખોટી છે સ્વામી વિવેકાનંદજી ઇચ્છતા હતા કે આ ધારણા નીકળી જાય કારણ કે બંનેની પોતપોતાની અલગ અલગ ભૂમિકા છે આધ્યાત્મિક વિદ્યા અને ભૌતિકવિદ્યા બંનેનું એટલું જ મહત્વ છે આપણે જાણીએ છીએ કે સરસ્વતીજીના હાથ એક હાથમાં વિદ્યાર્થીઓ પુસ્તક અને બીજા હાથમાં આધ્યાત્મિકતા રૂપી માળા છે આ બંનેનું જીવનમાં ખૂબ જ મહત્વ છે યુવા પેઢી એ ભારતનું ભવિષ્ય છે ભારતનો સાચો ઇતિહાસ આજની યુવા પેઢી સુધી પહોંચવો જરૂરી છે આજના શિક્ષણ ક્ષેત્રે સ્વામી વિવેકાનંદજીના વિચારોનો સમાવેશ કરવો જોઈએ જેથી આજની યુવા પેઢી ભારતને ઉચ્ચ સ્થાન પર લાવી શકે એવા પેઢીમાં સ્વામીજીના વિચારો પર ચાલવાની ક્ષમતા વધે વ્યક્તિવિકાસ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ ,સમયનો સદુપયોગ, વિદ્યાર્થીની સફળતા ,સફળતાના રહસ્ય, લીડરશીપ જેવા વિષયોને સ્થાન મળશે તો ચોક્કસથી યુવા પેઢીનો વિકાસ થશે.
રિપોર્ટર દિશા ગાંધી