ભરૂચ જિલ્લામાં પધારેલા હજરત સૈયદ હસન અશ્કરી મિયાં સાહેબે ટંકારીયા સ્થિત મોહસીને આઝમ મિશન સંચાલિત એમ એ એમ હાઇસ્કૂલની મુલાકાત લીધી હતી. હજરત સૈયદ હસન અશ્કરી મિયાં સાહેબ શાળા પડે આવી પહોંચતા તેઓનું શાળાના બાળકોએ ગુલાબના ફૂલો વડે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મંચ પર પહોંચ્યા બાદ શાળા સંચાલકો દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયાતોથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના બાળકોએ સુંદર નાઅત શરીફ રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. શાળાના બાળકોએ ઇસ્લામિક પ્રશ્નોત્તરી રજુ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ત્યાબદ વિશેષ અતિથિ હજરત સૈયદ હસન અશ્કરી મિયાં સાહેબે પોતાના વક્તવ્યમાં શાળાની જે પ્રગતિ થઇ રહી છે તેની પ્રશંસા કરી શાળા ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. મીડિયા સમક્ષ નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે મીડિયા સમક્ષ નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે મોહસીને આઝમ મિશન સંચાલિત એમ એ હાઇસ્કૂલની મુલાકાત માટે આવ્યો છું આ શાળાનું પરફોર્મન્સ જોઈ મને ખુબ ખુશી થઈ આ શાળાનું પરિણામ પણ ખૂબ ઉત્કૃષ્ટ આવ્યું તે જાણી મને આનંદ થયો મને આશા છે કે શાળાના સંચાલકો આ શાળાને આગળ લઈ જશે. શાળાના બાળકો દેશની સેવામાં દરેક તરફ આગળ લઈ જશે. શિક્ષણ એ પ્રકાશ છે અને પ્રકાશ એ અંધકારને દુર કરે છે. અને અંધકારને દુર કરવા માટે આપણે બાળકોને સંસ્કાર આપવા જોઈએ. સૌને જોડવા જોઈએ સૌને એક કરવા જોઈએ . ના કોઈને કાપવાની વાત હોવી જોઈએ કે ના કોઈને વહેંચવાની વાત હોવી જોઈએ શિક્ષણ પ્રાપ્ત કરશો તો આગળ વધશો…
રિપોર્ટર, અવિ સૈયદ, ટંકારીયા, ભરૂચ