અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન મહિલા પાંખ નાં જીલ્લા પ્રમુખ નિમાયા
વલસાડ. ભારત સરકાર અધિકૃત અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનનાં જીલ્લા પ્રમુખ રાજેન્દ્ર (રાજુભાઇ) મહેતા ઉમરગામ ની ભલામણ થી પ્રદેશ પ્રમુખ જેઠાભાઈ પટેલે વાપીની જૈન મહિલા અગ્રણી શ્રીમતી અલકાબેન શાહ ની નિયુક્તિ સંગઠન માં મહિલા પાંખ નાં જીલ્લા પ્રમુખ તરીકે કરી છે.
શ્રીમતી અલકાબેન શાહ લાયન્સ કલબ વાપી, જીટો, જૈન સોશ્યલ લેડિઝ ગૃપ વાપી, લેડિઝ એમ્પાવર ગૃપ, લેડિઝ વુમન ક્લબ વાપી વગેરે સંસ્થાઓમાં વિવિધ પદો સાથે કાર્યરત છે.
સંગઠન નાં જીલ્લા પ્રમુખ રાજુભાઇ મહેતાએ જણાવ્યું છે કે ગ્રાહક જનજાગૃતિ માટે જાન્યુઆરી મહિના નાં આખરમાં “ગ્રાહક સુરક્ષા સપ્તાહ” નું આયોજન અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન વલસાડ જિલ્લો કરશે. જેમાં વિધાથીર્ઓ માટે નિબંધ સ્પર્ધા, રન ફોર અવેરનેશ, સેમિનાર જેવાં કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે. જેની તૈયારીઓ માં સંગઠન નાં પદાધિકારીઓ હમણાંથી જોડાઈ ગયા છે.
