ચોરીની ઘટનાને અંજામ આપનાર બે ઈસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે..
અંકલેશ્વરમાં રાજપીપળા ચોકડી નજીકના પટેલન ગરમાં ચોરી ની ધટના સામે આવી છે
અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક આવેલ પટેલ નઞરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજીત રૂ.૧ લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરની રાજપીપલા ચોકડી સ્થિત પટેલ નગરમાં રહેતા મકસુદ મન્સૂરી આજરોજ સવારે પોતાના પરિવારના સભ્યોને મુકવા માટે ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજીત ૧ લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરીની ઘટનાને અંજામ આપનાર બે ઈસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે..
રિપોર્ટર, અવિ સૈયદ, અંકલેશ્વર