- જન આરોગ્ય યોજનામાં ગેરરીતિનો મામલો
- અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને ફટકારાયો છે દંડ
- રૂ.33.44 લાખનો દંડ ફટકારાયો
ખ્યાતિકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો પર તવાઇ આવી છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે તજજ્ઞોને સાથે રાખી તપાસ હાથ ધરી હતી જેમાં રાજકોટ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરિતી જોવા મળી હતી. આ જોતાં વધુ બે હોસ્પિટલોને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાઇ હતી જ્યારે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યૂમર બોર્ડ સર્ટિફિકેટ (TBC)માં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને TMS સોફટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલી ક્ષતિને ધ્યાનમાં લઈ હાલમાં પ્રી-ઓથની કુલ રૂ.33,44,031નો દંડ ફટકારવામાં આવ્યો હોવાની હાલ તો પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે
રિપોર્ટર, અવિ સૈયદ, અંકલેશ્વર