રાજપીપલા રોડ પર આવેલ પટેલ નગર -2 બી 16 માં રહેતા શૈલેષભાઈના મકાન માં આજરોજ બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી જે અંગે સ્થાનિક રહીશોએ ત્વરિત અસરથી પાલિકા તેમજ ડીપીએમસીને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આગ પર ભારે જહેમતે કાબુ મેળવવાનો પ્રયત્ન શરુ કર્યા હતા. ઘર માં ગેસ બોટલ લીક થતા આગ ભભૂકી હતી જે આગ જોત જોત માં આખા ઘર ને ફેલાઈ ગઈ હતી. દરમિયાન ગેસ બોટલમાં પણ બ્લાસ્ટ થયો હતો. આગ પર ફાયર ટીમ પોણા કલાકની જહેમત આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ માં તમામ ઘર વખરી ખાક થઈ ગઈ હતી. ઘટના અંગે ગડખોલ પંચાયત ને જાણ કરવામાં આવતા તલાટી પણ સ્થળ પર દોડી આવી પંચકેશ કર્યો હતો.
રિપોર્ટર, અવિ સૈયદ, અંકલેશ્વર
