આજે ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ઓમ ભગત નામના સાઈકલીસ્ટ જેમની ઉંમર 49 વર્ષ છે એ પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે એ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું.
ઓમ ભગતજી અત્યાર સુધીમાં ટોટલ 28000 કિલોમીટર સાયકલિંગ કરીને ભરૂચમાં આવી પહોંચ્યા અને શ્વેતા વ્યાસની શુભેચ્છા મુલાકાત લીધી એ દરમિયાન તેમણે જણાવ્યું કે એ ચારધામ અને બારા જ્યોતિર્લિંગ ની યાત્રા કરી ચૂક્યા છે અને હવે આખું ભારત દર્શન લગભગ પચાસ હજાર કિલોમીટર પૂર્ણ થશે.
ઓમ ભગતજી જે પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે એમને ગયા વર્ષે જ પેરાલીસીસ નો અટેક આવી ચૂક્યો હતો પણ તે છતાં હિંમત ના હાર્યા અને જાતે પોતે ઉભા થઈને 28000 કિલોમીટર સાયકલિંગ કરીને આપણા ભરૂચમાં આવ્યા. આ સાયકલ યાત્રાનો એ જ ઉદ્દેશ્ય છે એ જે આપણા યુવાનો છે એમને એવું મેસેજ આપવા માંગે છે કે તમે બને એટલી મા બાપની સેવા કરો અને મા બાપના ચરણોમાં જ ભગવાન રહેલા છે.
રિપોર્ટર, અવિ સૈયદ, ભરૂચ