બાળકો નો શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ તેમનામાં રહેલી પ્રતિભા બહાર આવે તેવા હેતુથી શાળા ઓમા વિવિધ પ્રકારના રમતોત્સવ યોજાતા હોય છે જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ લાયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે પણ શાળા ના વિધાર્થી ઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું .અને આ સ્પર્ધાનું સુંદર સંચાલન શાળા ના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં બધા બાળકો એ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહ્ભરે ભાગ લીધો હતો.આ રમતોત્સવ માં વિદ્યાર્થીની રૂચીને ધ્યાન માં રાખીને વિવિધ સ્પર્ધાઓ નુ આયોજન કરાયું હતું
આ સ્પર્ધાઓ ને લઈ વિધાર્થી ઓ મા નવી ચેતના અને સ્ફૂર્તિ જોવા મળી હતી સપૅધકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક દરેક રમતોમાં ભાગ લીધો.
શાળા ના શિક્ષકો સતત માર્ગદર્શન,અને પ્રોત્સાહન દરેક સ્પર્ધકને આપતા રહેતા હતા.અને બાળકો પણ ખુબ આનંદથી આ રમતો માં પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા
કાયૅકમ ના અંતે વિજેત્તા થયેલ ટીમ અને ખેલાડી ને શાળાના શિક્ષક ગણ અને શાળા ના આચાર્ય શ્રી દ્વારા પ્રોત્સાહન અને ઈનામો આપવામાં આવ્યા હતા
આ રમતોત્સવ ને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય તેમજ શિક્ષકો એ ભારે જેહમત ઉઠાવી સફળ બનાવ્યો હતો
રિપોર્ટર, અવિ સૈયદ અંકલેશ્વર