ભરૂચ જિલ્લા એસ.પીની કારમાં સાપ:
ભરૂચ જિલ્લા એસપીની કારમાં સાપ ઘૂસી જતા દોડધામ મચી ગઇ હતી.જેની જાણ જીવદયા પ્રેમીઓને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી કારમાંથી સલામત રીતે સાપને પકડી સલામત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.એસપી કચેરીમાં હાજર લોકોમાં દોડધામ મચી ગઇ હતી
સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોવાના અનેક બનાવો સામે આવે છે ત્યારે ગતરોજ રાત્રિના ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની સરકારી કારમાંથી એક સાપ ઘૂસી ગયો હતો. આ જોતા જ ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી.જેની જાણ ભરૂચના નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓ હિરેન શાહ,રમેશ દવે અને યોગેશ મિસ્ત્રીને કરાઈ હતી.જેથી તેઓએ ટીમ સાથે તાત્કાલિક એસપી કચેરી પહોંચી અંદાજીત એક કલાકની ભારે જહેમત બાદ કારમાંથી ત્રણ ફૂટ લાંબા એક બિન ઝેરી સાપનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો.તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. સાપ પકડાઈ જતાં ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રિપોર્ટર અવિ સૈયદ, ભરૂચ