૬૮મી શાળાકીય રાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ રમત ગત તા ૨૦-ડિસેમ્બર થી ૨૪-ડિસેમ્બર ૨૦૨૪ દરમ્યાન મધ્યપ્રેદશના દેવાસ ખાતે યોજાય હતી. જેમાં અં-૧૪,૧૭ અને ૧૯ ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં આખા દેશમાંથી લગભગ ૨૮ જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો. જેમાં અં-૧૪ બહેનોની કેટેગરીમાં ગુજરાતની ટીમ પ્રથમ મેચ જમ્મુ કાશ્મીર અને બીજી મેચ પંજાબને હરાવી હતી. સેમિફાઇનલ મેચમાં મહારાષ્ટ્રને હરાવી તેઓએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલમાં મધ્યપ્રદેશની ટીમને ૨-૧ થી હરાવી ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ટીમમાં ભરૂચની પલ અમીત ચાવડા અને ખનક શ્યામ પટેલ એ સુંદર દેખાવ કરી ગુજરાતની ટીમને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ ઉપરાંત અં-૧૪ ભાઈઓની ટીમ પ્રથમ મેચ વિદ્યાભારતી ૨-૧ અને બીજી મેચમાં બિહાર ૨-૦ થી હરાવી સેમિફાઇનલમાં મધ્યપ્રદેશ સામે ૧-૨ થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ગુજરાતની ટીમે પંજાબને ૨-૦ થી હરાવી બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો હતો. ભાઈઓની ટીમમાં ભરૂચ જિલ્લાના ત્રોંણ ખેલાડીઓ હતા જેમાં નીવાન જગેશ શાહ, કશ્યપ નિલેશ પટેલ અને વ્રજ પટેલ. આમ અં-૧૪ ભાઇઓ અને બહેનોની ટીમે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
આ સિવાય સિંગલ્સ સ્પર્ધામાં નીવાન જગેશ શાહ એ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આમ નીવાન શાહએ ટીમ રમતમાં બ્રોન્ઝ અને ઇન્ડ્યુવિઝ્લમાં સિલવર મેડલ મેળવી ભરૂચના પ્રથમ ખેલાડી છે જેમને શાળાકીય સ્પર્ધમાં બે મેડલ પ્રપ્ર્ત કર્યા છે.
આ તમામ ખેલાડીઓ પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાએ રમવા ગયેલ હતા અને આ તમામ ખેલાડીઓ લવ ઓલ ટેનીસ એકેડમીમાં પ્રેકટીશ કરી રહ્યા છે. તેઓના કોચ રાજનસિંહ ગોહિલે જણાવ્યું કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. આ ખેલાડીઓએ ખુબ મહેનત કરી હતી અને તેઓએ ભરૂચ અને સમગ્ર ગુજરાતનું નામ રાષ્ટ્રિય કક્ષાએ રોશન કર્યું છે, તેનો ગર્વ છે. આ પ્રસંગે તેમના માર્ગદર્શક એવા આર્ચિ ગોહિલ અને મહીદીપસિંહ ગોહિલએ તેમજ એમચ્યોર સોફ્ટ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી હસમુખ વેગડાએ તમામને અભિનંદન આપ્યા છે.
રિપોર્ટર, અવિ સૈયદ, ભરૂચ