જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ભરૂચ તથા જંબુસર તાલુકા અને શહેરની NSS યુનિટ ધરાવતી 1.શ્રીમતી એચ એસ શાહ હાઇસ્કુલ જંબુસર 2.જંત્રાણ વિદ્યામંદિર જંત્રાણ 3.મૌલાના મદની હાઇસ્કુલ જંબુસર 4.સાર્વજનિક હાઇસ્કુલ કાવી 5. નૂતન વિદ્યાલય ગજેરા શાળાઓના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની NSS કાર્ય-શિબિરનું આયોજન સ્તંભેશ્વર તીર્થ કંબોઈ મુકામે કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમની શરૂઆત ઇતની શક્તિ દે ના દાતા…પ્રાથના દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ મહેમાનશ્રીઓનું શબ્દિક સ્વાગત NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી વિજય રાઠવા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉક્ત કાર્યક્રમમાં ડી.ઈ.ઓ કચેરી ભરૂચથી NSS નોડલ અધિકારીશ્રી નગીન રાઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કંબોઈ સ્તંભેશ્વર તીર્થ નાં મહંત વિઘ્યાનંદ જી મહારાજ ઉપસ્થિત રહી તેમણે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે NSS નું જીવનમાં મહત્વ તેમજ નાગરિકના મૂલ્યો અને ધર્મનું જીવનમાં સફળતા માટે મહત્વ વિશે બોધ આપ્યો હતો. આ કાર્યક્રમમાં જંબુસર તાલુકાની NSS ધરાવતી
સ્કૂલોના સ્વયંસેવકો એ NSS ના કાર્ય તેમજ તેના હેતુઓને સિદ્ધ કરવામાં હેતુથી નુકડ નાટકો, ગીતો તેમજ વ્યક્તવ્ય દ્વારા NSS કાર્ય નો પરિચય આપ્યો હતો. ત્યાર બાદ જંત્રાણ વિદ્યામંદિરના આચાર્યશ્રી અસ્ફાક સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું, જેમાં NSS નું કાર્ય સાચા હૃદય સેવાની ભાવના સાથે કરવાનો સંદેશ પાઠવ્યો હતો. આમ આ કાર્યક્રમના અતિથિ વિશેષ NSS ના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર શ્રી નગીન રાઠવા સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું જેમાં હળવી શૈલીમાં વ્યક્તવ્યની શરૂઆત હમ હોંગે કામયાબ ગીત દ્વારા કરી દેશની વર્તમાન સમસ્યાઓનો પરિચય કરાવી તે સમસ્યાઓમાં સ્વયંસેવકોની શું ભૂમિકા છે, અને દેશ સેવાની ભાવના જાગ્રત થાય એવી મહત્વની બાબતોનો પરિચય આપ્યો હતો, કાર્યક્રમના અંતે NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી જગદીશ માછી સાહેબે બધાનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. અંતે બધા એ NSS લક્ષ્ય ગીત ગાય કાર્યક્રમ સમાપ્ત જાહેર થયો હતો. ત્યારબાદ બધાએ ભેગા મળી સ્વરૂચી ભોજન કરી છૂટા પડ્યા હતા…
રિપોર્ટર, અવિ સૈયદ, કાવી જંબુસર