- અંકલેશ્વર કર્માંતુર ચોકડી પાસે ટેન્કર પલટ્યું
- શંકાસ્પદ મિક્ષ સોલ્વન્ટ ઢોળાતા દોડધામ
- જળચરોને નુકશાન થાય તેવી ભીતિ સેવાઈ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કર્માંતુર ચોકડી પાસે ટેન્કર પલ્ટી જતા શંકાસ્પદ મિક્ષ સોલ્વન્ટ વરસાદી કાંસમાં ઢોળાતા દોડધામ મચી જવા પામી હતી
ગતરોજ રાતના સમયે એક ટેન્કર ચાલક શંકાસ્પદ મિક્ષ સોલવન્ટનો જથ્થો લઇ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કર્માંતુર ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો તે સમયે ચાલક ટેન્કર રીવર્સ કરતો હતો તે વેળા ટેન્કર વરસાદી કાંસમાં પલ્ટી જતા બાજુ માં વીજ પોલ સાથે ધડાકાભેર અથડાતા દોડધામ મચી જવા પામી હતી.ટેન્કર પલ્ટી જતા શંકાસ્પદ મિક્ષ સોલ્વન્ટ વરસાદી કાંસમાં ઢોળાતા જળચરોને નુકશાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
રિપોર્ટર, અવિ સૈયદ, અંકલેશ્વર