- પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રકશન…
- પંચોની હાજરીમાં રીકન્સ્ટ્રકશન કરી પંચનામુ તૈયાર કરાયું….
- ઝઘડિયા ની સગીરા પર દુષ્કર્મ ની ઘટના બાદ પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરી પંચનામુ તૈયાર કરવામાં આવ્યું હતું…..
ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની દસ વર્ષીય બાળકી પર નરાધમ આરોપી વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું હતું.જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે ટીમ બનાવી આરોપીને ઝડપી પાડયો હતો..જે બાદ કોર્ટ દ્વારા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તે દરમિયાન આજરોજ આરોપીને સાથે રાખી સ્થળ પર લઈ જઈ પંચો અને ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા તેમજ અન્ય પોલીસઅધિકારીઓ ની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન કરી આ જધન્ય કૃત્ય ને કઈ રીતે ગુનાને અંજામ આપવામાં આવ્યું તે અંગે નું પંચનામુ પણ તૈયાર કરાયું હતું…
આરોપીએ જે સ્થળે સગીરા સાથે દુષ્કૃત્ય આચર્યું હતું તે સ્થળ રી કન્સ્ટ્રક્શન દરમિયાન બતાવ્યું હતું….. પોલીસ ની આ સમગ્ર પ્રક્રિયા અંગે ડી.વાય.એસ.પી અને તપાસ સમિતિ ના વડા ડો.કુશલ ઓઝા એ માહિતી આપી હતી……
અત્રે એ ઉલ્લેખ કરવો રહ્યો કે ભોગ બનનાર સગીરા હાલ વડોદરા એસએસજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે.
સગીરાને સારવાર દરમિયાન ત્રણ મોટી સર્જરી કરવામાં આવી છે…
રિપોર્ટર, અવિ સૈયદ ઝગડીયા