देश

વલસાડ અબ્રામા વિસ્તારમાં આવેલ જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં એક શ્રમિકનું બોથડ પદાર્થ વડે હત્યા કરી દેવામાં આવી

અબ્રામા વિસ્તાર માં આવેલી જલારામ ઇન્ડસ્ટ્રી પાર્ક માં કામ કરતા એક શ્રમિકહત્યા કરવામાં આવી

 

વલસાડ ના અબ્રામા વિસ્તાર માં આવેલી જલારામ ઇન્ડસ્ટ્રી પાર્ક માં કામ કરતા એક શ્રમિક નું મોડી રાત્રે બોથડ હથિયાર વડે ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવ ને પગલે વલસાડ પોલીસ દોડતી થઇ હતી. અને હત્યારા ઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતીમાન કર્યા હતા. આ બનાવ ની ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ, વલસાડ હાઇવે પર આવેલા અબ્રામા વિસ્તાર ના બની રહેલા જલારામ ઇન્ડસ્ટ્રી પાર્ક ના પ્લોટ નંબર 25 માં એક ફેક્ટરી નું કામ ચાલી રહ્યું છે. જેમાં મજૂરી કામ માટે મૂળ બિહાર, સેખપુરા જિલ્લા ના 36 વર્ષીય પપ્પુ પાસવાન કામ કરી રહ્યો હતો. અને તેની સાથે અન્ય એક દંપતી પણ મજૂરી કામ કરતા હતા. જેમાં ગતરોજ રાત્રે પપ્પુ પાસવાન ને માથા અને મોઢા ના ભાગે હથોડા અને લોખંડ ના પાઇપ વડે માર મારી તેની હત્યા નિપજાવી દેવામાં આવી હતી. અને તેની સાથે રહેતા દંપતી મોડી રાત્રે ત્યાંથી કોઈને કહ્યા વગર નીકળી જતા સંકા ની સોઈ દંપતી પર સેવાઈ રહી છે. આ બનાવ બાદ વલસાડ સિટી પોલીસ મથક ના પી.આઇ. ડી. ડી પરમાર, DYSP સહિત પોલીસ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. અને F.S.L ની ટીમ ની મદદ થી પુરાવાઓ એકત્રિત કર્યા હતા. હાલ તો આ ઘટના માં હત્યા નું કારણ હજી સુધી અકબંધ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button