સંસાર માં એક માન્યતા એવી પણ છે કે માણસના કર્મોના લેખા જોખા પહેલેથી જ નિશ્ચિત હોય છે. તો પછી આપણને જે લોકો મળવાના હોય છે એ પણ નક્કી જ હોય છે.

Published By Raviraj on TAHELKA NEWS 12:52:02 19-04-2022

આલેખ
શીર્ષક
"જીવન ના અનમોલ સંબંધ

લેખિકા સ્નેહા દુધરેજીયા ગુજરાત

દરેક સંબંધમાં કંઇક ને કંઇક લેણાદેણી છુપાયેલી હોય છે.

 *હીસાબ એટલે શુ ?*

આજે આપણે જોઈએ છીએ સાંભળીયે છીએ કે માણસ ને ઇન્કમટેક્સનો એક વર્ષનો હીસાબ  આપવામાં ગભરાટ થાય છે.તો વિચારો ઈશ્વર રે આપેલ માનવ જીવન નો જ્યારે આખી જિંદગીનો હિસાબ  આપવો પડશે  તે વખતે શું દશા થશે .તો વિચાર આવે કે કર્મ એટલે શું ?ગરુડ પુરાણ અનુસાર  કર્મના બંધનમાં બંધાયેલી જીવાત્માઓ આ મૃત્યુલોકમાં એટલે કે આ સંસારમાં જે કર્મો કરે છે એનો હિસાબ દરેક માણસે મૃત્યુ પછી આપવો પડે છે અને કહેવાય છે કે એના આધારે જ  માણસને સ્વર્ગ કે નર્કની પ્રાપ્તિ થાય છે.એક માન્યતા એવી પણ છે કે  માણસના કર્મોના લેખા જોખા પહેલેથી જ નિશ્ચિત હોય છે.પછી એ પૂર્વજન્મનાં કર્મો હોય કે આ જન્મનાં.કહેવાય છે કે સંબંધો પણ લેણાદેણી પર આધારિત હોય છે.તેની સાથે  સંબંધ એટલો જ પાક્કો હોય છે.તો થયું ને જમા અને ઉધાર.કહેવાય છે કે લેણાંદેણી પૂરી થઇ જાય તો સંબંધ તૂટવા માટે બસ એક બહાનું જ કાફી  હોય છે.આપણી આસપાસ પણ આપણે એવા ઘણા લોકોને જોયા છે કે એને જોઈને એવું લાગે કે તેઓ એકબીજા માટે જ બનેલા છે પણ અમુક કારણોસર ઘણી વખત અલગ અલગ થઈ જતા હોય છે.એનું મુખ્ય કારણ એકજ હોય છે કે  તે બંને વચ્ચેની સમજણ થોડીક ઓછી થઇ જાય છે કા તો એકબીજાને સમજાવી નથી શકતા.કાં તો સમજાવી શકે છે પણ માફ નથી કરી શકતા.જો કોઈને થોડુંક સમજવાથી અને માફ કરવાથી સંબંધો ટકતા હોય.તેમાં કંઇ ખોટું નથી.એ નફાનો જ સોદો
ગણાય છે. કહેવાય છે કે પૈસા તો બધા જ કમાઈ પણ જે સંબંધોને સમજે એજ કમાઈ સાચી છે.અને જે વ્યકિત ઉપર સંબંધોનો ખોટો ભાર નથી હોતો એજ સંબંધને સાચવી શકે છે. બીજું નિસ્વાર્થ ભાવના સંબંધો જ લાંબો સમય સુધી ચાલે છે.સંબંધો માં જ્યારે કોઈ પણ પક્ષે સ્વાર્થ ભાવના પ્રવેશે છે ત્યારથી જ સંબંધ તુટવાની શરુઆત થતી હોય છે.

જયારે વર્ષ નો આખરી મહિનો આવે ત્યારે બધા ને એક જ ચિંતા હોઈ છે.બધા હિસાબ કિતાબ બરોબર કરવાના  છેલ્લા દિવસોમાં ગમે એમ કરી ને આપણે આ હિસાબ કરી બધું બરોબર કરી જ નાખતા હોઈ છીએ. શું આપણે આપણા સંબંધોનો હિસાબ કયારે પણ બરોબર કર્યો ? કયા સંબંધમાં કેટલુ  જમા ઉપાડ થયુ એવુ ક્યારેય વિચાર્યું  ? આપણે એક વર્ષ માં કેટલાં પાપ અને કેટલાં પુણ્ય પ્રાપ્ત કર્યા  એનો કોઈ દિવસ હિસાબ બરોબર કર્યો ??
આપડે ગમે એટલા સફળ હોઇ આપડી પાસે ગમે એટલા પૈસા હોઈ પણ જો સંબંધો  સારા નહિ હોઈ તો જીવન જીવવાની મજા જ નહીં આવે. જીવનમાં સંબંધોનું મહત્ત્વ ખૂબ જ રહેલું છે   સંબંધો આટલા મહત્વ ના હોવા છતાં પણ સંબંધો  બાબતે બેફિકર હોઈ છે
આપણે તેને કેમ વધુ સારા બનાવી શકાય આ બાબતે  સારો કોઈ વિચાર કરવો જોઈએ. 
આપણે આપણી કરિયર માટે, હેલ્થ માટે, અરીસા સામે ઊભા રહીએ તો સારા દેખાય એ માટે  પણ બધું કરતા  હોઈ છીએ.પણ આપણા સબંધ ને વધુ સારા બનાવવા માટે આપણે કોઈ પણ જાતનો વિચાર કરતા નથી.અને એટલે જ ફેમિલી સાથે ના સંબંધ હોઈ કે પછી સામાજિક સંબંધ હોઈ કે પછી મિત્રો સાથે ના સંબંધ જેવા  હોવા જોઈએ તેટલા સારા હોતા નથી.

આ પ્રોબ્લેમ નું કોઈ સોલ્યુશન નહીં હોય. એવું વિચારી લેતા હોય છે . એ આપણી મોટી ભૂલ છે. દુનિયાના દરેક પ્રશ્નોના સોલ્યુશન હોય જ છે ઘણીવાર તો એવું થાય છે કે સોલ્યુશન આપણી પાસે જ હોય છે. છતાં આપણે તેને આમ તેમ શોધતા હોય છીએ  આપણી આ મજાની લાઈફ માં  આપણે જ્યારે કોઈ ને પહેલી વખત મળીયે છીએ ત્યારે તેમના દિલ માં આપણું એક લાગણી નું   એકાઉન્ટ ખુલી જતું હોય છે કે જેમાં આપણા વાણી વર્તન અને વ્યવહાર થી જમા ઉપાડ થતાં જ  રહે છે. નાની નાની વાતો નું ધ્યાન રાખવું, વખાણ  કરવા, મદદ કરવી,  ભૂલો ને નજર અંદાજ કરવી, આ બધી વસ્તુ સામે વાળા ના મન અને મગજમાં અપણા એક પૉઝિટિવ વ્યક્તિત્વની છાપ છપાઈ જાય છે.અને સંબંધના ખાતા માં આપણુ સારું એવું બેલેન્સ જમા થઈ જાય છે. જેના થી એકબીજા પ્રત્યે વિશ્વાસ વધે છે. આપણને ઈમર્જન્સી માં મદદ મળે છે આપણી ભૂલો ને ભૂલી જવામાં આવે છે. તો વાત વાત માં ભૂલ કાઢતા રેહવુ, નાની નાની વાતો ને મોટી કરી ને કેહવુ,  ટોન્ટ મારવા આ બધી બાબતો થી ખાતા માંથી ઉપાડ થાય છે અને સબંધ ખરાબ થઈ જાય છે.ઉપાડ થતો જ રહેશે તો  એક દિવસ ખાતું ખાલી થઈ જશે.આમ પણ દુનિયામાં એકલા જ આવ્યા હતા અને જાવાના એકલા જ છીએ.પણ સંબંધોના સથવારે  જીવનના ઘુંચવાયેલા રસ્તામાંથી મંજિલ સુધી પહોંચવામાં આસાની રહે છે.એ આપણે નક્કી કરવાનું છે  જીવન‌ને  કેવી રીતે કોના સથવારે આગળ લઇ જવુ.કહેવાય છે કે સંબંધો ટકાવી રાખવા માટે સાચી સમજણ હોવી જરૂરી છે.સમજણ એટલે કંઈ સંબંધોનો બોજ લઈને આખુ જીવન જીવે રાખે એવું ન હોય .સમજણમાં પણ અંદરથી છુપાયેલું એક સમર્પણ રહેલું છે.ત્યારે જો કોઈને કંઈ કહેલું હોય એ વાત પરથી ફર્યા વગર હંમેશા અડગ રહેવું જોઈએ  આજકાલ સંબંધો તૂટવાનો સૌથી મોટું કારણ એક જ છે. કે ઘણીવાર આપણે કોઈ ઉપર વિશ્વાસ નથી કરી શકતા અને જો કોઈ ઉપર વિશ્વાસ કર્યો હોય તો એ તૂટી પણ જાય છે.એ વિશ્વાસ તૂટવાનું એક જ કારણ છે.બોલેલી વાતોમાંથી ફરી જાય છે.કોઇને કરેલો વાયદો હંમેશાં નિભાવવો જોઈએ.આપણી નાની નાની વાતોથી કોઈનું પણ મન ન દુભાય એની કાળજી રાખવી જોઈએ.ઘણીવાર નાની એવી વાત મોટું સ્વરૂપ લઈ લે છે  તેને લીધે પણ ઘણા સંબંધો તૂટી જાય છે.સંબંધો નિભાવવા જ હોય તો કોઈ પણ જાતની અપેક્ષા રાખવી નહી.એવું જરુરી નથી કે તમે કોઈ માટે જે કરો એ પણ તમારા માટે એવું જ કરશે.કહેવાનો મતલબ એ છે કે જે માણસની અપેક્ષાઓ જેટલી ઓછી હોય છે એની તકલીફ પણ એટલી જ ઓછી હોય છે.તમારા દરેક સંબંધોની કાળજી લેવી જરુરી છે. જીવનના સમય દરમિયાન સંબંધોની હૂંફ જ એક એવી ચાવી છે કે જીવનમાં   આવતા સુખદુઃખ ના તાળા  એનાથી જ ખુલે છે.દરેક સંબંધની ઇજ્જત કરવી જોઇએ.કોઈ આપણું ધ્યાન  રાખતું હોય તોએનો આભાર માનવો જોઇએ .તેઓને ખુશ રાખવા જોઈએ.કેમ કે માણસને જીવવા માટે બસ થોડી ખુશીની જરૂર હોય છે.બાકી પૈસો તો ગૌણ કહી શકાય. એટલે કહેવાય છે કે *પ્રેમ મહાન પૈસો નહીં અને કર્તવ્ય મહાન વ્યક્તિ નહીં.*
માણસ પોતાના કર્તવ્ય થી મહાન બનતો હોય છે.
પૈસો એ જીવનનો એક ભાગ છે જીવન નથી.જીવન તો સંબંધોના સથવારે જીવાય છે .ઘણીવાર આપણાથી કંઈક ભૂલ થઈ જતી હોય તો માફી પણ માગવી જરૂરી છે.ક્યારેક એકબીજાનો ઈગો વચ્ચે આવતો હોય છે અને માફી ન માંગવાના લીધે પણ સંબંધ બગડતા હોય.સંબંધ પછી ગમે તે હોય તેને સાચવવો જરૂરી છે.તેને સાચવવા માટે એક જ વસ્તુ યાદ રાખવી પડે કે માન આપો તો માન મળશે .કયારે પણ  કોઈને નીચું દેખાડી કે કોઇને પણ હર્ટ કરીને ખુશી મળતી નથી.અને જો આપણી પાસે સંબંધોના હિસાબ ન હોય તો એ બધા હિસાબ કુદરત પાસે હોય જ છે.કેવુ સારું જીવન છે.  તો શું કામ ખોટી મગજમારી કરવાની  એકબીજાને માફ કરીને સંબંધને સાચવીને આગળ વધી શકાય છે.જો પહેલી વખત મળીને કોઈના દિલમાં લાગણીનુ એકાઉન્ટ ખુલતું હોય તો દરેક સંબંધ સાચવવાની જવાબદારી પણ આપડી છે. ખુશીથી જીવી લ્યો આ મસ્ત જીવન...

જીવન વિશે લખેલી મારી ચાર પાંચ પંક્તિ છે.
*"જીવન"*

કોઇ હસીને જીવી જાય છે તો કોઇ રડીને
જીવન કોઇ ખુલ્લીને જીવે છે તો કોઇ ફકત પુરું કરવા માટે જીવે છે
બધાને બનવુ તો મહાદેવ છે પણ ઝેર કોણ પીવે છે
જીવન થોડું લાંબું ખેંચી લ્યો
જીવી લ્યો ને યાર...
મરવાનુ તો છે જ દિલથી સારું જીવન જીવી લ્યો ને
રોજ પડે છે સવાર અને સાંજ 
આપણને કયાં ખબર છે કયારે રોકવી પડે આ જીવનની પતવાર.
અસ્તુ.

  • Facebook Page