દેડીયાપાડા બુટલેગરને પાસામાં ધકેલતી એલ.સી.બી. નર્મદા પોલીસ

Published By Raviraj on TAHELKA NEWS 15:24:21 18-04-2022

 

રાજપીપલા,તા.17

ડેડીયાપાડા  વિસ્તારના  એલ.સી.બી. નર્મદા તથા ડેડીયાપાડા પોલીસે વધુ એક 
બુટલેગરને પાસામાં ધકેલી દીધા છે.જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સારૂ સખત અટકાયતી પગલા લેવાના માર્ગદર્શન અનુસંધાને ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારનો
નામચીન ઇગ્લીશ દારૂનો ધંધો કરતો વનરાજ ઉર્ફે
ભુરીયો ભરતભાઇ આર્ય( રહે. પારસી ટેકરા, ડેડીયાપાડા)
નો ઇગ્લીશ દારૂની હેરફેરમાં પકડાયેલ હોય અને તેની અસામાજીક પ્રવૃતિઓ છોડતો ન હોવાથી જેથી તેના વિરૂધ્ધ નોંધાયેલ ગુનાને ધ્યાને રાખી ડેડીયાપાડા પોલીસ દ્વારા
સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટશ નર્મદાને મોકલતા
સામાવાળા વનરાજ ઉર્ફે ભુરીયો ભરતભાઇ આર્ય ની પ્રવૃતિને ધ્યાને રાખી પાસા હેઠળ અટકાયત
કરી અમરેલી જીલ્લા જેલ ખાતે રાખવાનો હુકમ કરતાં  વનરાજ ઉર્ફે ભુરીયો ભરતભાઇ આર્ય પોતાની અટકાયત ટાળવા સારૂ એક યા બીજા સ્થળે લપાતો-છુપાતો નાસતો ફરતો હોય જેની હકીકત મેળવી એલ.સી.બી. તથા ડેડીયાપાડા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી
સામાવાળા વનરાજ ઉર્ફે ભુરીયો ભરતભાઇ આર્યને ઝડપી લઇ જરૂરી પોલીસ જાપ્તા સાથે
અમરેલી જીલ્લા જેલ ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

તસવીર : દીપક જગતાપ, રાજપીપલા

  • Facebook Page