નર્મદાજિલ્લામાં બોગસ બોગસ ડોક્ટરોની ભરમાર વધુ એક બોગસ ડોક્ટર દેવલીયા ગામેથી ઝડપાયો. બે દિવસમાં બે બોગસ ડોક્ટરઝડપાયા

Published By Raviraj on TAHELKA NEWS 14:33:14 13-04-2022

 

રાજપીપલા, તા13

નર્મદાજિલ્લામાં બોગસ બોગસ ડોક્ટરોની ભરમાર જોવા મળી છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનીની હાટડી ખોલી ગેરકાયદેસર રીતે એલોપથીની ટ્રીટમેન્ટ કરી ગરીબ ભોળા દર્દીઓ સાથે આરોગ્ય ચેડાં કરતા વધુ એકબોગસ તબીબ દેવળીયાથી ઝડપાયો છે.

આ અંગે તિલકવાડા પોલીસ મથકે ફરીયાદી ડો. સુબોધકુમાર કમલેશકુમાર પટેલ રહે.તિલકવાડાએ 
આરોપી અરૂણભાઇ સકારામ ચૌધરી રહે. દેવલીયા તા.તિલકવાડા જિ.નર્મદા મુળ રહે. નાગ બૈડા ફળીયુ પ્રકાશા ગામ તા.શહાદા
જી.નંદુરબાર મહારાષ્ટ્રસામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ ની વિગત મુજબ અરૂણભાઇ સકારામ ચૌધરી રહે. દેવલીયા તા.તિલકવાડા જિ.નર્મદા મુળ રહે. નાગ બૈડા ફળીયુ પ્રકાશા ગામ તા.શહાદા જી.નંદુરબાર મહારાષ્ટ્રએ કોઇપણ જાતના માન્ય મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર ડોકટર તરીકે બિમાર લોકોને તપાસી એલોપેથીક દવાઓ તથા ડીએનએસના બાટલા તથા ડીફાઇવના બાટલાઓ
તથા દવાઓ આપી બીમાર લોકોના સ્વાથ્ય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરી ગે.કા રીતે મેડીકલ પ્રેકટીસ કરતા પકડાઇ જઈ ગુનોકરતા આરોપી પાસેથી પોલીસે દવાઓ તથા ઇન્જકશનો તથા બાટલા તથા સુટકેસ નંગ ૧ કિ.રૂ.૧૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧૭,૧૭૪/- ગણી તમામ દવાઓ તથા
બાટલા અલગ અલગ ખોખાઓમાં મુકી પંચો રૂબરૂ તપાસ ના કામે કબજે કરેલ છેઅને તેની સામે ઇ.પી.કો.કલમ ૩૩૬ તથા ડ્રગ્સ એન્ડ કોમેટીક્સ એક્ટ ૧૯૪૦ અન્વયે ની કલમ ૨૭(બી)ર તથાધી ગુજરાત મેડીકલ પ્રેકટીસનર એકટ-૧૯૬૩ની કલમ ૩૦,૩૫ મુજબ
ની કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા

  • Facebook Page