રાજપીપલાની સ્કૂલોમાં બાળકોને રસીકરણ અંગે જિલ્લા મહિલા મોરચા ભાજપા ની બહેનો દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

Published By Raviraj on TAHELKA NEWS 14:28:13 13-04-2022


બાળકોને રસીકરણ અંગેઅને રસી મુકાવવા માટે 
સમજાવ્યા

રાજપીપલા, તા.12

સામાજિક ન્યાય પખવાડીયાની ઉજવણીના ભાગ રૂપે નવદુર્ગા હાઈસ્કુલ, રાજપીપળા સ્વામિ નારાયણ વિદ્યાલય ખાતે નર્મદા જિલ્લા મહિલા મોરચા ભાજપાની બહેનો દ્વારાબાળકોને રસીકરણ અંગે સમજવ્યા અને રસી મુકાવવાઅંગે નો કાર્યક્રમ યોજાયો હતો 
જેમાં સ્વામિનારાયણ હાઈસ્કૂલ અને નવદુર્ગા હાઈસ્કૂલમા શાળાના બાળકો સાથે રસીકરણ જાગૃતિઅંગે વાર્તાલાપ કરાયો હતો અને વહેલામાં વહેલી તકે બાળકો રસી લેતે અંગે પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા

આ પ્રસંગે મહિલા મોરચા નર્મદા ભાજપા પ્રભારી અને મહિલા અગ્રણી ભારતીબેન તડવી, ડો.દર્શનાબેન દેશમુખ, જિગીષાબેન ભટ્ટ તેમજ નર્મદા જિલ્લા ભાજપા મહિલા મોરચા મહામન્ત્રી દક્ષાબેન પટેલ, મંત્રી જ્યોતિબેન જગતાપ,તેમજ જિલ્લા અને રાજપીપલા શહેરની મોરચાની બહેનોની ઉપસ્થિતિમા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતીબેન તડવી, 
ડો.દર્શનાબેન દેશમુખે વિદ્યાર્થીઑ ને બાળકોને રસી લેવા અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.

રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા

  • Facebook Page