થરાદના ખાનપુર ગામની સીમ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂા.૬૬,૩૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી થરાદ પોલિસ

Published By Raviraj on TAHELKA NEWS 14:21:40 13-04-2022

તસ્વીર અહેવાલ દિલીપસિંહ રાજપુત

 

 

        
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સરહદી રેન્જ કચ્છ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા નાઓએ જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા તથા શ્રી પૂજા યાદવ  મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જે.બી.ચૌધરી પોલીસ ઈન્સ્પેકટર થરાદ પો.સ્ટે. નાઓની રાહબરી હેઠળ થરાદ પોલીસ સ્ટાફના અ.હેડ.કોન્સ. સેંધાભાઈ* તથા પો.કોન્સ. પ્રવિણસિંહ તથા માનસંગભાઈ તથા અમરાભાઈ તથા વશરામભાઈ તથા દિલીપસિંહ નાઓ  થરાદ પો.સ્ટે. વિસ્તારના ખાનપુર ગામની સીમમાંથી મળેલ બાતમી હકીકત આધારે વિષ્નુભાઈ ઉર્ફે વિષ્ણુ શંકરભાઈ વજીર રહે.ખાનપુર તા.થરાદવાળાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરે રેઈડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો/ટીન નંગ–૬૧૨ કિ.રૂા.૬૬,૩૦૦/- ના પ્રોહી મુદ્દામાલ કબજે કરી રેઈડ દરમ્યાન પકડાઈ ગયેલ આરોપી વિષ્નુભાઈ ઉર્ફે વિષ્ણુ શંકરભાઈ વજીર રહે.ખાનપુર તા.થરાદવાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

  • Facebook Page